મારે તો બસ હવે સંપૂર્ણ બિનશરત જીવવું છે
સમય ઓછો છે ને એટલે તો તરત જીવવું છે
મારે તો બસ હવે સંપૂર્ણ બિનશરત જીવવું છે
પદ નહીં પ્રદાન જ અર્પવું છે પાદુકાને પૂજીને
રામ નહીં થઈ શકું તેથી જ તો ભરત જીવવું છે
મુક્તિ લેવી છે પણ બધાંને મુક્ત કરાવવા માટે
સ્વર્ગમાં ક્યાં થાય સેવા,તેથી જ નરક જીવવું છે
ખળખળ વહી ન જાય આંસુનાં સ્વરૂપે તેથી જ
સંવેદનાને ફ્રીઝમાં મૂકીને, થઈ બરફ જીવવું છે
જે તરાવી શકે ભવસાગર એની છે માફ ઉતરાઈ
ધંધાભેરુ થકી નિવૃત્તિ,પછી ક્યાં પરત જીવવું છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply