માળા કરતી વખતે મણકાંને ગણતાં નહીં
કરવી છે સેવા!તો પછી કોઈને નડતાં નહીં
દુન્યવી વહેવારોમાં બહું ઝાઝું પડતાં નહીં
માન્યું કે સમય તો છે જ પરિવર્તનશીલ
પણ આપી છે ઝબાન!તો પછી ફરતાં નહીં
પ્રભુએ આપ્યું છે અગણિત આપણ સૌને
માળા કરતી વખતે મણકાંને ગણતાં નહીં
મોત વખતે જે મૂકી જ જવાનું હોય અહીં
તેનાં માટે જીવતાં જીવ કદી લડતાં નહીં
વિકારોનું પોપમ્યુઝિક કાન ફાડી જ નાંખશે
એકતારીયો આત્માસાદ અવગણતાં નહીં
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply