સમજવું નથી પોતે, સમજાવવું છે
પંગતનું એકલું જ ખાઈ જાવું છે
સમજવું નથી પોતે, સમજાવવું છે
આશા રાખવી છે પોતે કેરીની અને
ક્રેક્ટસ જાતે જ સઘળે વાવવું છે
ફોડવી છે બીજાનાં ખંભે જ બંદૂક
પોતે અફર રહી પરિવર્તન લાવવું છે
ઉભું કરવાંને ખુદનું અનીતિનું સ્વર્ગ
નર્કનું કાર્ય કરીને મોક્ષમાં જાવું છે
કરુણા વેચી મારે માયા મેળવવાં
કોઈને ક્યાં સત્ય,પ્રેમને કમાવવું છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply