આવતીકાલ જ થાવું છે મારે, મારે આજ નથી થાવું
દૈનંદિની જ થાવું છે મારે,મારે રોજીંદુ કામકાજ નથી થાવું
આવતીકાલ જ થાવું છે મારે, મારે આજ નથી થાવું
स्वांत सुखाय ને स्वांत शुभाय માટે જ લખવું છે બસ મારે
લય,તાલ,મીટર,લાઈક,શેર ને દાદનાં મોહતાજ નથી થાવું
શાંતિ ભલે સ્થાપી ન શકું,પણ પ્રતીક તો સ્વીકારે વિશ્વ આ
પારેવું જ થાવું છે,આભ આંબતું શિકારી બાજ નથી થાવું
સત્ય,પ્રેમ ને કરુણા કાજ ભલેને આયખું થઇ જાય નાદાર
આહાર,નિદ્રા,ભય ને મૈથુનનાં જ નફાથી તારાજ નથી થાવું
મળે ભલેને પ્રભુ તોય ધૂળ પડી એ સોનાની લંકાનાં રાજમાં
ભાઈ મારવાનું પાપ થાય જેથી એ નાભિનું રાઝ નથી થાવું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply