મનનાં કચરાં માટે ક્યાં કોઈ ચૂર્ણ મળે છે
પ્રેમ તો પ્રેમ છે એ સદા અક્ષુણ રહે છે
લાગણી લાગણી છે સદા તરુણ રહે છે
ચામડીનાં જોડાં પણ ઓછાં પડે છે ત્યાં
માવતરનું સંતાન પર સદા ઋણ રહે છે
રાવણને ય અટકાવી શકે શુધ્ધત્વ સત્વ
સતીત્વની રક્ષા તો નાનકડું તૃણ કરે છે
લિંગભેદ ને દૂધ પીતી તો સમાજે કરી
અસ્તિત્વ તો વારાફરતી જ ભ્રુણ ભરે છે
તનનો કચરો તો સાફ કરી શકે છે દવા
મનનાં કચરાં માટે ક્યાં કોઈ ચૂર્ણ મળે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply