શ્રદ્ધા કે બુદ્ધિ? ખબર નહીં શું તર્કસંગત છે!
પીડાઓ તો બધી જ નજદીક છે,અંગત છે
શ્રદ્ધા કે બુદ્ધિ? ખબર નહીં શું તર્કસંગત છે!
પીરસનારાઓ ખોવાઇ ગયાં છે કળિયુગમાં!
લાવને ગોતું એમાં કે જ્યાં જમવાની પંગત છે
ધર્મ ફરે છે ગાડી,ગાદી,બંગલા,વિદેશ,હોટેલમાં!
મમત ને તંતને છોડાવે એ જ તો સાચો સંત છે
મળસ્કે જ હશે ને ઘનઘોર અંધારપટ, મુંઝામાં!
પાનખર આવી છે તો નક્કી નજદીકે વસંત છે
આ લોકશાહી છે કે ઠોકમઠોક શાહી સમજાવો!
સાચો હોય ત્યાં ય ચોકડી મારવી એ જ મત છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply