તમને બચાવવા લંકાથી હવે કોઈ ભગવાન નહીં આવે
કર્તવ્ય પાલન કરો છો? તો પછી સન્માન નહીં આવે
નિમિત્ત ભાવ ને સમજો છો? તો અભિમાન નહીં આવે
મા,બહેનો,દીકરીઓ! લક્ષ્મણરેખાને ન જ ઓળંગશો
તમને બચાવવા લંકાથી હવે કોઈ ભગવાન નહીં આવે
હેતુ,નીતિ,કર્મ એવું કરો કે દાતા સામેથી શોધતા આવે
જે માંગે જ છે સદાય,એને ત્યાં કાયમી દાન નહીં આવે
વૃક્ષો નહીં હોય તો ઉઠવું પડશે એલાર્મનાં કકળાટથી જ
સવારે સંગીત પિરસતું મફતનું એ ચકલી ગાન નહીં આવે
એ.આઇ. ને કનેક્ટિવિટી નક્કી કરશે પ્રજ્ઞાની માત્રા,સમય
આ પેઢીમાં બારે બુદ્ધિ,સોળે સાન,વિસે વાન નહીં આવે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply