જિહ્વાને દેજે મૌન ને કાં સત્યવાણી જાળવી રાખજે
સત્ય,પ્રેમ,કરુણાની પ્રભુ! તું બીમારી જાળવી રાખજે
બીજું કંઈ નહીં તો પછી આ ખુમારી જાળવી રાખજે
કાઢયાં છે તેટલાં કાઢવાનાં નથી જ હવે આ જિંદગીને
પાત્તર સમી આ રામરોટીની તું થાળી જાળવી રાખજે
સત્ય ને સત્ય કહી જ શકું રાવણ સામે હોય ને તો ય
હોય ઓછી ભલે,જટાયુ જિંદગાની જાળવી રાખજે
ના કરાવતો લવારી,ભાટાઈ કે અયોગ્ય પ્રશસ્તિ,વખાણ
જિહ્વાને દેજે મૌન ને કાં સત્યવાણી જાળવી રાખજે
ખબર છે પ્રભુ તું આવીશ એક યુગે,નહીં કે આ સદીએ
મળીશ જ તેવી આશાનું ઝાંઝવા પાણી જાળવી રાખજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply