ટાંટિયા ખેંચવાનું બસ સાવ બંધ કરી દેજો
હૃદયને મોહ ને માયા માટે અંધ કરી દેજો
કોરી ખાતી માંગણીઓને વ્યંધ કરી દેજો
હક્કથી કાન ખેંચજો ને ગુણવત્તાને આધારિત
ટાંટિયા ખેંચવાનું બસ સાવ બંધ કરી દેજો
ભલે ને લ્યે જે લેવું હોય તે આપેલમાંથી અસ્તિત્વ
બસ સત્ય,પ્રેમ,કરુણાનો અખૂટ પ્રબંધ કરી દેજો
તુલસીની લોન આપજો છપ્પન ભોગિયાં એ પ્રભુને
અયાચક્તા,ખુમારી ને ખમીર અકબંધ કરી લેજો
ભલેને સંજોગો બાળી નાખે જાતને ફીનિક્સની જેમ
રાખની નીચેની અમર આગ સાથે સબંધ કરી દેજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply