આત્માનાં મૌન અવાજથી જ બસ તું ડર રાખજે
શીખવા માટે પહેલાં પોતે જ તું મથામણ રાખજે
પછી જ વ્હાલાં! તું બીજાને શીખામણ આપજે
તારે જો લિંબડ જશ જ લેવો હોય ને તો કર તું પુણ્ય
નિમિત્ત અહં રાખી કીડીને કણ,હાથીને મણ આપજે
દુનિયાનાં મોહમાયાનાં ઘોંઘાટમાં રાખીને કાનને સરવા
આત્માનાં મૌન અવાજથી જ બસ તું ડર રાખજે
રસ્સીને પણ તારી સળગવાં નહીં જ દે અસ્તિત્વ
સત્ય,પ્રેમ ને કરુણાનો જ બસ તું વળ રાખજે
કોરોનાનાં ય પિતા એવાં વાયરસો ફરે છે ખોળીયે ખોળીયે
જાત ને જાતે જ આ ચેપજળ વચ્ચે તું કમળ રાખજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply