આ બ્રમ્હાન્ડમાં બંધુનો દુશ્મન હજું ય બંધુ છે
જેની પાસે ખોવાંને માટે ક્યાં, કૈ કશું છે
દેવાં માટે એટલે જ તો તેની પાસે બધું છે
પહેલાં સાધુનાં રૂપમાં આવવું પડ્યુંતું રાવણને
હવે તો રાવણનાં રૂપમાં ક્યાંક ક્યાંક સાધુ છે
બાદબાકી કરતાં સરવાળો સદાય છે ફાયદામંદ
એક અને એકનો ‘ગુણા’કાર જ સૌથી વધુ છે
રામાયણ,મહાભારતે ભલેને જીતી રીતિ,નીતિ
શકુનિત્વ,મંથરાત્વ હજું ય વિશ્વમાં ખંધુ છે
બહારનાં કોઈને ક્યાં ખબર હોય નાભિરાઝની
આ બ્રમ્હાન્ડમાં બંધુનો દુશ્મન હજું ય બંધુ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply