પ્રજ્ઞાનું કલ્પવૃક્ષ મળે ને તો તો પછી તથાગત થઇ શકાય
સત્ય,પ્રેમ,કરુણાનાં ત્રણ જ અક્ષરમાં વિગત થઈ શકાય
પ્રજ્ઞાનું કલ્પવૃક્ષ મળે ને તો તો પછી તથાગત થઇ શકાય
પુણ્યનું આચરણ અને સંચય કદાચ ન પણ કરી શકો
પાપની કબૂલાત કરીને કર્મસત્તાની રાહત લઈ શકાય
લડી શકો,જીતી શકો એમ ન પણ હોય અન્યાયની સામે
ખિસકોલી,જટાયુ,વિદૂર ને કેવટની નિસ્બત થઈ શકાય
હરિ તો વ્યાપક છે જ ને બધે સર્વત્ર ને સમાન,તો પછી
હરિ પ્રેમથી પ્રગટ કરાવી શકાય, હરિ પ્રગટ કરી શકાય
જે મૂકી શકેને માલિકી એને જ માલિક બનાવે છે માલિક
જગત વિજેતા એ જ બને જે માને આ જગત દઈ શકાય
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply