દીવાલ એ બહુધા દીવાલ નહીં પણ દ્વાર હોય છે
સૌથી મોટો તો ચક્ષુથી થતો વ્યભિચાર હોય છે
સૌથી મોટો તો તૂટેલાં સપનાંઓનો ભાર હોય છે
ટીકા અવરોધી નહીં શકે વિચાર,વ્યક્તિ,વિકાસને
સૌથી મોટો તો ખોટાં વખાણનો માર હોય છે
આપતિ જ સર્જન કરે છે સદા મહાન અવસરોનું
દીવાલ એ બહુધા દીવાલ નહીં પણ દ્વાર હોય છે
સમજતાં હોય તે નથી કરતાં,કરી શકતાં મહાન કાર્ય
નથી સમજતાં એ જ તો અશક્ય માટે તૈયાર હોય છે
અસ્તિત્વને પણ વ્યવહારનો અરીસો બતાવી શરમાવે
કેવટ એ જ બની શકે જે પહેલેથી પેલે પાર હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply