એ મારાં છે,હું એનો છું,શું ભ્રાંતિ છે!
પરિવર્તનશીલ છે,ચેતજો,મતિ છે
એ મારાં છે,હું એનો છું,શું ભ્રાંતિ છે!
નથી કશું કૈ કે પછી રાખ્યું જ નથી કૈ
તપાસજો એમને ખાસ,કદાચ જતિ છે
સમયે સમયે સમયને ખાસ સાચવજો,
સમય જ તો આ સંસારમાં કિંમતી છે
ભક્ત જ મેળવી શકશે ભગવાનને
ભક્ત પ્રભુ વતી નહીં,પ્રભુ ભક્ત વતી છે
સ્વસૂર્ય ઉજ્જવળ થઈ શકો કાળરાત્રિએ
સૌ પાસે પોતપોતાનાં આત્માની બતી છે
ચર્મ,કર્મ,મર્મ ચક્ષુથી જોજો જોવાં જેવું જ
માયા પજવશે-નચવશે જ,માયા નર્તકી છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply