પાંચીયું પાવલીની ટીકા કરે છે
પાંચીયું પાવલીની ટીકા કરે છે
વાટકો અહીં તપેલીની ટીકા કરે છે
કરવું છે જ ક્યાં કોઈને સ્વમુલ્યાંકન
ઝુંપડી જુઓ હવેલીની ટીકા કરે છે
દોસ્ત જ હોય છે બહુધા દુશ્મન
સહેલી જ સહેલીની ટીકા કરે છે
ભૂલીને પોતાનું સ્તર,સ્થાન,લાયકાત
રાજા ભોજ ગંગુ તેલીની ટીકા કરે છે
મોટાં મૂલ્યની નોટ તો રહેશે મૌન જ
અવાજ તો બસ સિક્કા કરે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply