જીવે છે એ પણ ખરેખર તો ક્યાં જીવે છે
એટલે જ તો દુર્જનો ક્યાં કોઈથી બીએ છે
જીવે છે એ પણ ખરેખર તો ક્યાં જીવે છે
ધર્મસતા,રાજસતા માટે આત્મા છે સર્વોપરી?
કે ઉપરીને પૂછીને જ એ સૌ પણ પાણી પીએ છે
સૌ બની ગયાં સ્વાર્થી અને સ્વકેન્દ્રી જ હવે તો
પરદર્દમાં સંવેદના ક્યાં થાય ભીની? ક્યાં ચૂવે છે
દર્દી,દરિદ્ર,અબોલની છે સાવ માઠી કળિયુગમાં
અસ્તિત્વ છે ઘોર નિદ્રામાં કે પછી એને જુએ છે
જાણીબુઝીને કરેલાં પાપોનાં ડાઘ તો છે કાયમી
ગંગા પણ અજાણતાં થયેલાં પાપ જ ધુએ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply