સત્તાની સામે બોલવું પડે ને એ દ્રોહ નથી
સત્તાની સામે બોલવું પડે ને એ દ્રોહ નથી
કહેવાતાં બધાં જ સરદાર કૈ ‘લોહ’ નથી
ચક્ષુથી પણ ઘણાં કરી લ્યે છે વ્યભિચાર
ભલે ને એનાં પ્રારબ્ધમાં પેલું ‘વોહ’ નથી
સ્વઘોષીત જ એ કે જે ગણાય છે નિર્લેપ
ન માનશો એવું કે એને ‘મોહ’ નો મોહ નથી
સક્ષમ હોય અને માફ કરે એ અલગ વિષય
તપાસજો ને ક્યાંક તે નિર્બળતા તો નથી
સમયે કામ સક્ષમતા નિર્માણનું કરવું જ પડે
જવાબદારી સોંપવી દર વખતે એ ખો નથી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply