જેટલાં નર હોય તેટલી માદા હોય છે
કોઈ ઊંધા અને કોઈ કોઈ સાદા હોય છે
કોઈ છુટ્ટા અને કોઈ કોઈ બાધા હોય છે
બધાંમાં કોઈક ને કોઈક તાકાત હોય છે
બધાંની કોઈક ને કોઈક મર્યાદા હોય છે
આત્મા રોકે છે અને ટોકે પણ છે જ વળી
અસ્તિત્વનાં મૌન જ કાયદા હોય છે
રાત્રે સૂતાં વેત શાંતિની આવી જાય છે ઊંઘ
પ્રમાણિકતાનાં પણ ઘણાં ફાયદા હોય છે
સિક્સ પેક પણ પેક તાળું ક્યાં ખોલે મોજનું
તનથી સાજા હોય એય મનથી માંદા હોય છે
આ તો પોલીગેમી કરવી હોય છે ‘વા’નરોને
બાકી જેટલાં નર હોય તેટલી માદા હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply