ઉત્કર્ષ પણ સાચી મિત્રતાની કસોટી છે
‘દો રોટી’ ને એવી બધી ફિલસૂફી ખોટી છે
લાગે છે! માયાવિશ્વમાં સૌથી મોંઘી રોટી છે
સંઘર્ષમાં મદદ કરે અને પ્રગતિને સહન કરે
ઉત્કર્ષ પણ સાચી મિત્રતાની કસોટી છે
ડિપ્રેશન,ડાયવોર્સ,સ્યુસાઇડ વિ. વધે જ ને!
માસ્તરની,બાપની હવે ક્યાં ચમચમ સોટી છે
લોકશાહીમાં લોકો બની ગયાં યસ મેન-વુમન
પુરુષ હવે તોતો અને મહિલા મીઠી તોતી છે
મૂડી તો ઠીક વ્યાજથી પણ વંચિત છે વડીલો
વૃદ્ધાશ્રમમાં ને મહેલોમાં ઝંખાતાં પૌત્ર-પૌત્રી છે
રડવું હોય ત્યારે ક્યાં હાથવગો ખભ્ભો કે ખોળો
બસ એફબી,ઇન્સ્ટામાં લાઈકની સંખ્યા મોટી છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply