અસત્ય કરતાં પણ વધુ હિપોક્રેસી ખતરનાક છે
ક્યાંક રાજકારણ તો ક્યાંક બ્યુરોક્રેસી ખતરનાક છે
અસત્ય કરતાં પણ વધુ હિપોક્રેસી ખતરનાક છે
સક્ષમતા,સંજોગ ન હોય ને તો એ છે અલગ વિષય પણ
માતૃત્વને સ્વાર્થથી ભાડે ફેરવતી સરોગેસી ખતરનાક છે
પ્રજા માત્ર ભક્ત,ટિકાખોર,પ્રેક્ષક જ બની રહે તો તો પછી
મુદ્દા નહીં લાગણી આધારિત એવી ડેમોક્રેસી ખતરનાક છે
સ્પષ્ટ કલ્પના,પવિત્ર અને શાંત આવેગ હોય તો હજું ઠીક
ફેકટ,પુરુષાર્થ કે ધ્યેય વગરની ખાલી ફેન્ટસી ખતરનાક છે
ઈર્ષા ય બની શકે છે સતત વિકાસનો ડ્રાઈવિંગ ફોર્સ પણ
ખેલદિલી,’લેવલ પ્લેઇંગ’ વિનાની જેલસી ખતરનાક છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply