હાથમાં હાથ,આંખમાં આંખનાં હક્કથી થઈ શક્યું હોત
રાગ દ્વેષ,માલિકી પ્રત્યે જો નિયંત્રણ રહી શક્યું હોત
તો તો પછી ઘણું બધું એવું છે જ જે થઈ શક્યું હોત
કોઈ પાસે,કશુંક,ક્યારેક, કટુતાથી કહેવડાવવાંની બદલે
હાથમાં હાથ,આંખમાં આંખનાં હક્કથી થઈ શક્યું હોત
કાપવાની,ઝુંટવવાની ને ત્યજવાની પીડા કે દ્વંદનાં બદલે
જવાનું નિર્મિત હતું જ જે તે ગરિમાથી જઈ શક્યું હોત
હરીફની જગ્યાએ પૂરક માન્યા હોત ને તો થઇ જાત પૂર્ણ
સમજૂતી ન સહી શકે પણ સમજણ સહી શક્યું હોત
પ્રેમ,ભાગીદારી,મૈત્રી,સબંધમાં ઉભયનાં અપ્રિયને સમજો
સાથીમાં,સાથીનાં અપ્રિય સહનથી બધું બચી શક્યું હોય
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply