માલિકી નહીં મૂકો ને તો ઇતિહાસ માફ નહીં કરે
માલિકી નહીં મૂકો ને તો ઇતિહાસ માફ નહીં કરે
પદ,પ્રતિષ્ઠાનાં કુમોહને અસ્તિત્વવિશ્વાસ માફ નહીં કરે
સજ્જનો સજ્જનતાની આડમાં જો પોષશે અહં ને
સદેહે સ્વર્ગ મળશે ને તો ય સ્વર્ગવાસ માફ નહીં કરે
આંતરિક નગ્નતાને તો ઓઢાડશો માયાવી પહેરવેશ
જીવશે શરીર પણ આત્માની લાશ માફ નહીં કરે
સંતાડેલી સ્વાર્થદોણીમાં જ સાથીઓ લાગવાં મંડે હરીફ
પંચગવ્ય તો મળી જશે પણ છાશ માફ નહીં કરે
રમત રમકડાં સાથે કરી શકાય મોજથી ને નાનપણમાં જ
ધર્મક્ષેત્રે રમશો નિયમવિહિન જુગટું તો તાસ માફ નહીં કરે
કુત્રિમ આભાને પડકારવા જ બન્યાં હતાં પૂજાનો દીવો
પ્રભુતા સાથે કરીશું સમાધાન તો પ્રભુપ્રકાશ માફ નહીં કરે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply