શી ખબર! શ્યામને રાધા કેવો પ્રેમ આપે છે
જાણ્યું,માન્યું કે સત્ય જખમ આપે છે
જમાનાભરનું એ જોખમ આપે છે
પણ,હૂંડી જો લખે ને સજજન તો પછી
અસ્તિત્વ જ વ્યવહારની રકમ આપે છે
ભક્તનો પથ્થર તરાવવો જ પડે છે ઈશને
પ્રભુ અથ,ઇતિ ને જરુરી અનુક્રમ આપે છે
‘એનું છે ને એને જ દેવાનું’ એમ માને છે જે
પ્રભુ તેને કવચ,કુંડળ દેવાનું પરાક્રમ આપે છે
રાણીનું નહીં,મનમાં ને મંદિરે એનું જ છે સ્થાન
શી ખબર! શ્યામને રાધા કેવો પ્રેમ આપે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply