હનુમાનજી તરફ કે ગાદી તરફ
ક્ષણ તરફ કે સદી તરફ
ઝાકળ તરફ કે બદી તરફ
ઇતિહાસ કે અખબાર,કરો નક્કી
પાયા તરફ કે લાદી તરફ
રાજઘાટ કે પછી ગંગા કિનારો?
ક્રાંતિ તરફ કે લવાદી તરફ
દેખાવ મહત્વનો કે પછી દર્પણ?
પહેરવેશ તરફ કે ખાદી તરફ
મનનું મેનેજમેન્ટ જ કરશે નક્કી
આબાદી તરફ કે બરબાદી તરફ
પ્રભુ જોઈએ કે છે પ્રભુતા પૂરતી?
હનુમાનજી તરફ કે ગાદી તરફ
ઘેટાંની સહમતિ કે અસહમત દિપ?
સોનાપીંજરું કે કારાગારી આઝાદી તરફ
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply