અંતરાય જો કરો તો એમાં પાપ લાગે છે
આસ્તિન માં જ સૌનાં સાપ લાગે છે
વિભીષણમાં જ ભાઈનો લાગ લાગે છે
આંગળી ચીંધો ને તો પુણ્ય મળે છે જેમ
અંતરાય જો કરો તો એમાં પાપ લાગે છે
કળિયુગ એ બીજું કૈં જ નથી ભાઈ
સત્ય,પ્રેમ ને કરુણાનો જ કાપ લાગે છે
કૂપમંડુક ને જ હોય ઠંડક,સુરક્ષાની મોજ
આકાશને આંબવામાં તો તાપ લાગે છે
મૈત્રી,વફા ને એ બધું તો હોય પુસ્તકમાં જ
સપનાંઓને તો વાસ્તવનો શ્રાપ લાગે છે
સરવાળો કરશે યમ ત્યારે જીતવાનો જ છે
ભોળો એ જ તો ભગવાનનો જાપ લાગે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply