ખુશ રહેવું જ જીવનમાં સૌથી વધુ જરૂરી હોય છે
કવિતા-પ્રકરણ-વાર્તા ક્યાં,કદી,કોઈ પૂરી હોય છે
ખુશ રહેવું જ જીવનમાં સૌથી વધુ જરૂરી હોય છે
ત્યાંનાં દિવસ,વર્ષ,ભવ મુજબ થાય જુદો હિસાબ
બૂરાની કિસ્મત ચિત્રગુપ્તનાં ૩૧ માર્ચે બુરી હોય છે
જાણભેદુ જ જાણે છે શસ્ત્ર ક્યાં,ક્યારે,કેમ મારવું
સ્વજનીયાં હાથોમાં જ તો બહુધા છૂરી હોય છે
ચકાસજો ખાસ એટલું જ કે હોય નશો સત્વનો જ
બાકી,સૌથી મોટી સ્વસ્થતા તો ચકચૂરી હોય છે
રાહ જોવાની રાહ પર નથી મળતાં ક્યારેય રાહદારી
ઈશ્વરકૃપા પર શ્રદ્ધા હોય ને ત્યાં જ સબૂરી હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply