વામનને વિરાટ બનાવવા પોતાનું કદ આપજો
મૂલ્ય ન આપી શકો તો કિંમત આપજો
દર્દી,દરિદ્ર,અબોલને નિસ્બત આપજો
પૈસો,પદ,પ્રતિષ્ઠા ન આપી શકો તો ભલે
હિંમતથી હારેલાંને તમે હિંમત આપજો
લાયક બનીને એક નાલાયક તો ઓછો કરો
કળિયુગને બદલવાં ખુદ સત આપજો
સૌથી મોટો,આજીવન નશો તો છે આ નશાનો
સત્ય,પ્રેમ,કરુણાની જ સૌને લત આપજો
કિંગ બન્યાં પછી બનો કિંગમેકર નવાં કિંગ સર્જવા
વામનને વિરાટ બનાવવા પોતાનું કદ આપજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply