કોઇની પ્રગતિમાં કિલ્લોલ કરતાં શીખજો
લાગણીઓને બસ કંટ્રોલ કરતાં શીખજો
માંગણીઓને તો ટ્રોલ કરતાં શીખજો
સારું થવાં માટે સારું થવું જરુરી છે જ
કોઇની પ્રગતિમાં કિલ્લોલ કરતાં શીખજો
જે છે અમૂલ્ય તે મળે છે સાચે જ મફતમાં
ઊંઘ,શાંતિ,પુણ્યનું મોલ કરતાં શીખજો
પોતાં સાથે ઇચ્છો એવું કરજો જગ સાથે
ધરમકાંટાએ ધર્મથી તોલ કરતાં શીખજો
ફરજિયાત આવે એ પહેલાં લેજો માનનિવૃત્તિ
બીજાંને રમત શીખવાડી ગોલ કરતાં શીખજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply