સહજ થવું એ જીવનમાં સાચે અસહજ હોય છે
ગજનું ગજ અને મહત્વ રજનું રજ હોય છે
સહજ થવું એ જીવનમાં સાચે અસહજ હોય છે
પાથરવાંની સાથે સંકેલી ય લેજો જાતને સમયસર
છેલ્લે સોંપવાની,કબ્જાની,ઝુંટવવાની લપ હોય છે
જાગવું,માંગવું,ભાગવું પડે છે ભગવાનને ભક્ત માટે
કેવટ,શબરી,વિદૂર,સુદામાની જ સાચી વગ હોય છે
નહીં તો એ બધાં કહેવાય કપડાંનાં કટકાંનાં દેખાડાં
ખમિરી,ખુમારી,ખંતનો ધ્વજ સાચો ધ્વજ હોય છે
સંતાનો બહુધા હોય છે દરિદ્ર,મધ્યમવર્ગનાં ભાગ્યે જ
શ્રીમંતાઇનાં ભાગમાં તો વારસાની જ બગ હોય છે
ઓવારણાં,મીઠડાં હોય છે દીકરીનાં બાપનાં ભાગ્યમાં જ
ભલેને પછી બાપને કરૂણ મંગળ કન્યાદાનનો રંજ હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply