ડૂબવાંનું તો છે જ તરવાં સુધી
ચગળવાથી ગળવા સુધી
નડવાથી ઘડવા સુધી
ચાલ્ય ને ખેવના કરીએ!
વાવવાંથી ફળ ફળવા સુધી
ભવસાગર તો છે જ ભાગ્યમાં
ડૂબવાંનું તો છે જ તરવાં સુધી
સાધ્ય,સાધન,સાધનાને સિદ્ધિ વરાવીએ
વિચાર માત્રથી આચાર કરવાં સુધી
જાતને જાતે જ શોધવી પડશે જાતમાં
શોધવાંથી અને જડવાં સુધી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply