ચોર્યાસી લાખ પછી મળેલ તક બગાડે છે લોકો
લોકેષણા,વિત્તેષણા,પુત્રેષણા રાગે છે લોકો
બીજાંને તો ઠીક છે,જાતે જાતને ઠગે છે લોકો
ધર્મસ્થાનોએ જોવાં મળે છે અઘોષિત ભિક્ષુકો
બીચારાં તૂટતાં તારા પાસે પણ માંગે છે લોકો
શોધવાનું છે અંદર પણ તેની બદલે ફંફોળે વિશ્વ
આત્મા છોડી પરમાત્માની પાછળ ભાગે છે લોકો
તંદ્રા,નિદ્રામાં જ સૂતાં રહે છે જાગતાં ચર્મ ચક્ષુ
રાગ,રોગ ને ભોગનિશામાં ક્યાં જાગે છે લોકો
આહાર,નિદ્રા,ભય,મૈથુનમાં જ રચ્યાં પચ્યાં રહીને
ચોર્યાસી લાખ પછી મળેલ તક બગાડે છે લોકો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply