મોટાં ભાગનાં,મોટે ભાગે જાણવાં આવતાં હોય છે
મિત્રો ક્યાં સાંભળવા કે સંભાળવા આવતાં હોય છે
મોટાં ભાગનાં,મોટે ભાગે જાણવાં આવતાં હોય છે
મીઠી ખાંડ જ તો નુકસાન કરે છે,કડવી કડવાણી નહીં
જીભને ભાવતાં એ હોજરીમાં સડવા આવતાં હોય છે
એટલે જ તો મિલનનાં શિખરે પહોચી નથી શકતા એ
વ્યભિચાર વ્યસની ક્યાં પ્રેમમાં પડવા આવતાં હોય છે
પુરસ્કારો,પ્રમાણો,પ્રશંસા અધવચ્ચે જ અટકાવી દયે
અલ્પવિરામ પૂર્ણવિરામને અટકાવવા આવતાં હોય છે
પુરુષાર્થની ભુમી પર,પ્રસ્વેદ સાથેનાં સપનાઓ જ ઊગે
બાકી બીજ તો બીજ છે એ તો ફળવાં આવતાં હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply