ઝાઝાં ઓરતાં જગમાં કુંવારા રહી જાય છે
તારાં,તેમનાં પણ અને અમારાં મારાં રહી જાય છે
સિકંદર ભલભલાં અંતે તો બિચારાં થઈ જાય છે
દરેક સપનાંઓ કૈ સફળતાને નથી જ વરી શકતાં
ઝાઝાં ઓરતાં જગમાં કુંવારા રહી જાય છે
આચરણ વિના તો એ છે ફક્ત વાણીનો વ્યભિચાર
રાડો,નારાં એ બધાં તો ફક્ત ઠાલાં રહી જાય છે
પ્રેમ વફા,દાયિત્વ વિના બની રહે છે માત્ર આકર્ષણ
વીર વીર ન બને તો ઝારા ક્યાં ઝારા રહી જાય છે
ઘર જેવો ડાયરો ને રાત જેવું ધાબું હોય તોય પણ
નાભિથી ન નીકળતાં શબ્દો લવારાં થઈ જાય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply