જવાબદારી પહેલાં લેજો,હક્ક આપોઆપ મળશે
જવાબદારી પહેલાં લેજો,હક્ક આપોઆપ મળશે
પુરુષાર્થ પહેલાં કરી લેજો, લક આપોઆપ મળશે
શક્તિ એ જ એક માત્ર માપદંડ છે આ સ્વાર્થયુગમાં
નિસ્વાર્થ ઉપયોગી થશો સૌને,વગ આપોઆપ મળશે
તક આવે એનાં કરતાં જાય ત્યારે જ લાગે વધુ મોટી
બસ ઝડપતાં શીખતાં રહેજો,તક આપોઆપ મળશે
નિષ્ફળતા સમયે જાતે જ બનજો જાતનું મોટિવેશન
સફળતા મળી જાશે પછી તો,બક આપોઆપ મળશે
રાજહંસ જ આવે એવું માનસરોવર બનવા મથજો
કૂવો-ખાબોચિયું જ રહેશો તો,ડક આપોઆપ મળશે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply