સુધારકે લોકપ્રિયતાની હરીફાઈ જીતવાની નથી હોતી
જે સાચાં જ છે એને કોઈ સફાઈ કરવાની નથી હોતી
સુધારકે લોકપ્રિયતાની હરીફાઈ જીતવાની નથી હોતી
જે સમજે છે એ જ તો સમજવાનાં છે જબાનની કિંમત
ફરી જનારાની તો તામ્રપત્રમાંય સાહી જોવાની નથી હોતી
ગૌ હતી જે ‘ધન’ એને સમાજે બનાવી દીધી છે ગૌ ‘માતા’
અર્થયુગમાં તેથી જ વસુકેલી ગાય બચાવવાની નથી હોતી
આપોઆપ મળી આવેલાં કર્મને નિભાવવું એ જ સ્વધર્મ
જેને ઉડવું જ છે એને ગગનની રાય જોવાની નથી હોતી
એ જ તો કામ આવવાની આ ભવે ને આવતાં ભવે પણ
દુઆ સિવાય મનુષ્યે તો કોઈ કમાઈ કરવાની નથી હોતી
અમર થવું છે તો જીવી જાવ જીવનને જીવનની જેમ જ
જાતે નેટવર્ક બનનારની ઈચ્છા વાઈફાઈ થવાની નથી હોતી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply