અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે
સ્વાર્થી મનુષ્યનાં પાપોનો અંજામ કોરોના છે
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે
વિજ્ઞાન ભલેને ગમે તેટલી શેખી મારતું જ રહે
ઈશ્વર જ સર્વસ્વ છે એનું પ્રમાણ કોરોના છે
જંગલ,જમીન,જનાવર, જળને સંભાળો જન
જેવું કરો તેવું ભરો એ કુદરતનો ક્રમ કોરોના છે
માસ્ક,દવા,માનવતાનાં થશે હજુંય કાળાબજાર
પાપીયાને કમાવાનો મોકો ઇન્તેઝામ કોરોના છે
બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો
‘પૂંછ નહીં તો મુછ નહીં’ એ એલાર્મ કોરોના છે
– મિતલ ખેતાણી, રાજકોટ
Leave a Reply