દીકરી સરવાળે તો બંને ઘર માટે પારકી હોય છે
શ્વસુર માટે લક્ષ્મી અને બાપ માટે લકી હોય છે
દીકરી સરવાળે તો બંને ઘર માટે પારકી હોય છે
જ્યાં દોરે ભાગ્ય ત્યાં જ દોરવાઈ જવાનું પ્રેમથી
પતિ હશે ‘દેવ’ કે ‘દાનવ’ એ ક્યાં નક્કી હોય છે
નહીં જ મૂકે માવતરની માયા એ સ્મશાન સુધી
શ્વસુરપક્ષે ફેરવી નાખ્યું નામ તોય જક્કી હોય છે
ભલભલો રાવણ પણ ભાંગી પડે છે જાન પ્રયાણે
કાળજાંનો કટકો નહીં આખું હૃદય ‘દિકી’ હોય છે
આવી તો છે તો ઉડી જવાની કંકુપગલાં મૂકીને
અનંત જન્મોનાં પુણ્યપ્રતાપે ઘરે દેવચક્કી હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply