સફળની સાથે તમે સુફળ બનજો
કાં તો તમે નંબર વન બનજો
કાં પછી ઓન્લી વન બનજો
રમી લ્યો ને પછી બનજો કોચ
ગોળી બન્યાં પછી ગન બનજો
પ્રસન્નતા જ છે સૌથી મોટું દાન
નિરાશાનાં યુગમાં તમે ફન બનજો
રાવણો તો કરશે જ સુચિતા હરણ
શોક ન સ્પર્શે એ અશોકવન બનજો
લાભમાં શોધજો સદાય શુભને જ
સફળની સાથે તમે સુફળ બનજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply