સિંહ જ્યાં બેસે તે જ તો સિંહાસન હોય છે
જેને માત્ર સ્વપ્નોનું જ વ્યસન હોય છે
ચરણોમાં તેનાં જ તો ઇન્દ્રાસન હોય છે
પદથી નહીં પ્રતિભા,પ્રદાનથી મળે ઓળખ
સિંહ જ્યાં બેસે તે જ તો સિંહાસન હોય છે
સેવા કરે,કરાવે અને સેવાની અનુમૉદના કરે
સાર્થક માત્ર તેનું જ તો જીવન હોય છે
માઁ,માતૃભૂમિ પહોંચશે તો જ પરમ વૈભવે
જો કર્તવ્ય ચરણોમાં તન,મન,ધન હોય છે
અબજો આવ્યાં ને ગયાં પછી સાવ ગુમનામ
અમર એ કમળપૂજામાં જેની ગરદન હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply