ટીકા-ટિપ્પણ સાંભળીને, કહેનારને જુસ્સા ન દેવાં
પસ્તાવા કરનારની પાસે કદી ખુલાસા ન લેવાં
કોઈનેય નકારાત્મક વાત,હકીકત,કિસ્સા ન કહેવાં
અલબત્ત આ સમજ કેળવવી સમજુને ય દુર્લભ!
પ્રભુ લેવા હોયને તો પછી પ્રભુતાનાં હિસ્સા ન લેવાં
કર્ણદ્વારને બચાવજો જ આ શકુનિ ને મંથરા યુગમાં
ટીકા-ટિપ્પણ સાંભળીને, કહેનારને જુસ્સા ન દેવાં
કરવું જ હોયને તો કરો વ્યસન સત્ય,પ્રેમ,કરુણાનું
ક્ષણમાં ઉતરી જાય,ઉતારી પાડે એ શીશાં ન લેવા
સોંપજો સીધું ગણિત તાંદુલ,ભાજી,બોર ભક્તિનું
સંસ્કાર-સંચાલનમાં અનુગામીને સંશય,દ્વિધા ન દેવાં
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply