સ્વપ્નદૃષ્ટાઓ પર બસ ના ત્રાસ કરજો
તમને કોણ કહે છે તમે વિશ્વાસ કરજો
સ્વપ્નદૃષ્ટાઓ પર બસ ના ત્રાસ કરજો
એક તો દુનિયા ખદબદે છે નિરાશાવાદીઓથી
આશાવાદી માટે ના બોલકો અવિશ્વાસ કરજો
આમ તો ‘આમ’ કરવાં વાળા મળે છે જ ઠેરઠેર
‘ખાસ’ કરી શકેને તેને કહેજો તમે ખાસ કરજો
ભોગ,ભપકો,પરિધાન કરશે અંતે તો દિગંબર જ
સત્ય,પ્રેમ,કરુણાનાં અવિનાશી લિબાશ કરજો
સારું,સાચું ન બોલી શકો તો મરી રહેજો મૂંગા
લવારીથી અબોલ,દર્દી,દરિદ્રને ના લાશ કરજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply