અન્યને ધન્ય બનાવવાં મથનારાં જ ધન્ય થઈ જાય છે
પૂર્ણ એ જ પ્રાપ્ત કરી શકે કે જે પોતે શૂન્ય થઈ જાય છે
બીજાંને કિંમતી બનાવે ને તે જ તો અમૂલ્ય થઈ જાય છે
સ્વાર્થ અને પરમાર્થ બંને માર્ગમાં છે એ એક જ તો ટોચ
અન્યને ધન્ય બનાવવાં મથનારાં જ ધન્ય થઈ જાય છે
અસ્તિત્વનું ગણિત દુન્યવી ગણતરી પર નથી જ નિર્ભર
પૂર્ણમાંથી પૂર્ણને બાદ કરો ને તો પછીય પૂર્ણ રહી જાય છે
વૈરાગ્ય ભલે ન રહે સદા પણ સ્મશાન જ્ઞાન રહે તોય ઘણું
ધૂળમાં,ધૂળથી ને ધૂળ માટે ધૂળ થનારાં ધૂળ થઈ જાય છે
શું શિલાલેખ,શું પાળિયાં,શું અમરત્વ કે પછી શું અખબાર!
જન્મ સાર્થક એ જ જે આ ભૂલી બસ કર્તવ્ય થઈ જાય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply