સઘળું થાળે પડશે.
જીવતી રાખ તરસ તો અંતે, રણમાં વીરડા જડશે.
સઘળું થાળે પડશે…
પથ્થરમાંથી ફૂટતું તરણું તેજ સવાયું રાખે,
તડકામાં તપ કરતા વૃક્ષો ખુદના ફળ ના ચાખે.
તળના તેજે આગળ વધવા મારગ આમ જ ફળશે.
સઘળું થાળે પડશે…
વગડાના સન્નાટાને પણ તમરાં લયમાં ઢાળે,
લીલી-સૂકી મોસમને ડાળ સમભાવે સંભાળે.
ખાલીપાનો રવ સૂણવાથી તથ્ય નવા સાંપડશે.
સઘળું થાળે પડશે…
સમજણનો ગજ ભાળી લે ત્યાં પડછાયા રહે માપે,
પીડાની શગ ઝીણી હોય પણ અજવાળી ક્ષણ સ્થાપે.
બાદ થવાનું રાખ વલણ તો ભીતરથી તું વધશે.
સઘળું થાળે પડશે…
લક્ષ્મી ડોબરિયા.
Git – 17 may
Leave a Reply