મરે માછલી જેથી,તે મસ્ત્યવેધે ચૂક આપજે
પ્રભુ! ભોજન આપજે ને સાથે ભૂખ આપજે
બીજાને સુખી કરે એવું જ તું સુખ આપજે
કંઇ ન કરી શકું તો કરું અન્ય માટે પ્રાર્થના
બીજાનાં દુઃખે જ પ્રભુ તું મને દુઃખ આપજે
ભક્ત,દાતા,શૂર કે પછી સજજન તો બનું
મને રત્નકુક્ષિણી મા ની જ તું કૂખ આપજે
ચામડી ગોરી,તન સુંદર ન આપ તો ચાલશે
સદા હસતું હસાવતું તું મને સ્વરૂપ આપજે
જોઈ શકું તને જ સૌ દર્દી,દરિદ્ર,અબોલમાં
દ્રષ્ટિ સન્મુખ તારું જ સદા મને મુખ આપજે
આપું હામ,હેત,હૂંફ, હોંકારો નિરાશા યુગમાં
મરે માછલી જેથી,તે મસ્ત્યવેધે ચૂક આપજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply