લાંચની જગ્યા ભેટે લીધી છે
સત્યની જગ્યા સ્ક્રિનશોટે લીધી છે
મૂલ્યની જગ્યા નોટે લીધી છે
મૃગ જ નહીં મૈત્રી,માનવતા ય નિશાને
શરણની જગ્યા આખેટે લીધી છે
ભ્રષ્ટાચારને સાબિત કરે છે વ્યવહાર
લાંચની જગ્યા ભેટે લીધી છે
પ્રભુનાં મુખમાં તો મનુષ્યનું મોબાઈલે
બ્રમ્હાંડની જગ્યા નેટે લીધી છે
જેણે જીવન આપ્યું તે પિતૃ કેમ નડે?
શ્રદ્ધાની જગ્યા ભૂત પ્રેતે લીધી છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply