આપણું સત્ય આપણાં આત્માને ખબર હોય છે
દોસ્ત,દુશ્મન કે ના કોઈ મહાત્માને ખબર હોય છે
આપણું સત્ય આપણાં આત્માને ખબર હોય છે
બાધા,માનતા,પૂજાપાઠથી નહીં જ માને કર્મેશ્વર
પરમાત્માને શું કરવું એ પરમાત્માને ખબર હોય છે
વ્યસનનાં ભોગીને તો વ્યસન જ ભોગવી લેશે અંતે
ખાત્મો કેમ કરવો ને તે ખાત્માને ખબર હોય છે
સ્વપ્નદૃષ્ટા નહીં મારો તો મારશે નિરાશાનાં દુઃસ્વપ્નો
નાતમાં કોને રાખવો તે વાસ્તવ નાતને ખબર હોય છે
અવાજ,રણકો,શબ્દથી અંદાજ આવે વેર કે પ્રેમનો
દરેક વાતને દરેક વાતની વાતવાતમાં ખબર હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply