કર્તવ્યપથ પર જ ખુદનાં જીવનને ચાલવા દો
જેને ખીજાવું હોય તેને ભલે ને ખીજાવા દો
જેને રિસાવું હોય તેને ભલે ને રિસાવા દો
પ્રાણભોગે પણ કરી લેજો પોતાનાં પ્રણનું પાલન
કર્તવ્યપથ પર જ પોતાનાં જીવનને ચાલવા દો
પુરુષાર્થ કરો ને તો કરજો એને નેપથ્યમાં જ
સફળતાને જ સફળતાનો શોર મચાવવા દો
‘તેરી ભી ચૂપ,મેરી ભી ચૂપ’ વાળા શિખંડીઓ
મર્દ અભિમન્યુને ના રોકો,એને ચક્રવ્યૂહે ઘૂસવાં દો
સત્ય,પ્રેમ ને કરુણા એ જ તો છે સાચો જીવનરસ
આહાર,નિદ્રા,ભય ને મૈથુનવાળાને વિષ્ટા ચૂસવા દો
‘તું તારું કર’,’તું તારું જ કર’, ને ‘તું તારું તો કર’
બીજાં જેમ કરતાં હોય ને તેને તો તેનું કરવાં દો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply