સિંહોનાં માથા પર કદી પણ તાજ નથી હોતાં
જે છે અસલ ને એનાં કોઈ અંદાજ નથી હોતાં
સાચાં ફુલો અત્તરનાં કદી મોહતાજ નથી હોતાં
એ બેસે જયાં ત્યાં જ બની જાય છે સિંહાસન
સિંહોનાં માથા પર કદી પણ તાજ નથી હોતાં
ગીધ અને અન્ય પ્રજાતિ દેખાવે તો લાગે સરખી
પણ,અન્યનો શિકાર જમે એ બાજ નથી હોતાં
નથી કરતાં જે અત્યારે એ પછી ય શું કરવાનાં!
આળસનાં ભાગ્યમાં કાલ કે આજ નથી હોતાં
જો ધારે ને એ તો પોઢાવી શકે પરમેશ્વરને પણ
હાલરડાંમાં ભલે કોઈ સંગીત,સાજ નથી હોતાં
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply