દુનિયા સાથે કેમ રહેવું એ દુનિયા જ શીખવાડે છે
સીધો હતો ને જે તેને પૂછો તો ખરાં કેમ આડે છે?
દુનિયા સાથે કેમ રહેવું એ દુનિયા જ શીખવાડે છે
ક્રોધનું ચોપનમું પન્નું રાખજો જોકર સાથે કેટમાં જ
સુદર્શન ન હોય ને તો પછી સૌ વાંસળીને પ્રતાડે છે
કળિયુગમાં હવે દોષ માં થી ક્યાં તારે છે દોસ્તાર!
ઊભાં જેણે કરવાનાં હોય ને તે જ બહુધા પાડે છે
મંત્રીઓ જ મંતરવાં લાગ્યાં છે હવે તો રાજપાટને
શિલાલેખોનાં મંત્રો પણ હવે અખબારો ઊખાડે છે
ગુંદર ચોંટી ગયો છે હવે માત્ર ને માત્ર ખુરશી સાથે
સાધ્ય,સાધના,સાધકનો સિદ્ધિ સબંધ સતા ફાડે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply