હકીકત હકીકતમાં નાટક લાગે છે
નાટક પણ હવે ક્યાં નાટક લાગે છે
હકીકત હકીકતમાં નાટક લાગે છે
કોહિનૂર વેચાય છે કાંચિકાનાં ભાવે
ભાગ્યમાં એનાં પણ ફાટક લાગે છે
ગુમાવી છે એણે તાંદુલની શ્રીમંતાઈ
સુદામા હવે તળિયાં ઝાટક લાગે છે
ક્ષણિક જ આકર્ષે છે યુગોયુગ સુધી
શાશ્વતની સામેનું આ ત્રાટક લાગે છે
મહાન ધ્યેય ક્યાં શ્વસે છે સ્વપ્નદૃષ્ટા
જે મળેને તે જ બસ ટકાટક લાગે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply